ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામ મંદિરના પાયાનું કામ ઓક્ટોબરના મધ્યથી શરૂ થશે - latest news of Ayodhya

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યું કે, મંદિર નિર્માણ પાયાના ખોદકામ પહેલા એક મીટરના વ્યાસમાં 100 ફુટ ઉંડા પાયાનું થાંભલો રાખવામાં આવશે, જેનું માત્ર પાઇલિંગ ટેસ્ટ થશે. જેની રિપોર્ટ આવવામાં સમય લાગશે.

રામ મંદિર
રામ મંદિર

By

Published : Sep 9, 2020, 8:48 AM IST

અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યું કે, મંદિર નિર્માણ પાયાના ખોદકામ પહેલા એક મીટરના વ્યાસમાં 100 ફુટ ઉંડા પાયાનું થાંભલો રાખવામાં આવશે, જેનું માત્ર પાઇલિંગ ટેસ્ટ થશે. જેની રિપોર્ટ આવવામાં સમય લાગશે. પાયાના મુખ્ય કામની શરૂઆત ઓક્ટોબરના મધ્યથી થશે.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્ર અને ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે મંગળવારે પરિસરમાં 3 કલાક સુધી લાર્સન એન્ડ ટૂબ્રો કંપનીના એન્જિનિયરની સાથે બેઠક કરી હતી. જે બાદ ચંપત રાયે પત્રકારોને જણાવ્યું કે, અત્યારે ટેસ્ટિંગ તરીકે માત્ર એક 100 ફુટની પાઇલિંગ થશે, જે માટે એક મશીન પણ લાવવામાં આવ્યું છે. પાઇલિંગ એટલું મજબુત હશે, તેનો રિપોર્ટ આવવામાં એક માસ લાગશે. જે બાદ તેના પાયાનું ખોદકામ શરૂ થશે.

તેમણે કહ્યું કે, 1200 થાંભલાઓ માટે પણ પાયો ખોદવામાં આવશે. જેમાં સમય લાગશે. મુખ્ય કામની શરૂઆત ઓક્ટોબરના મધ્યથી થશે. સમગ્ર પરિસરમાં 1200 જગ્યાએ પાઇલિંગ થશે. પાઇલિંગના મશીનોથી થાંભલાઓ ઉભા કરવા માટે ખોદકામ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, પાયાનું આયુ મંદિરના પત્થરથી પણ વધુ હોય તે માટે આઇઆઇટી ચેન્નઇ ટેસ્ટિંગનું કામ કરી રહી છે. કેટલી માટી અને કેટલો સિમેન્ટ લાગશે તેના પર પણ કામ શરૂ છે.

ચંપત રાયે જણાવ્યું કે, 1200 થાંભલાઓને 100 મીટર ઉંડાણમાં લગાવવામાં આવશે. આ કામની શરૂઆત ઓક્ટોબરથી થઇ જશે. આ ટેક્નિક કામ છે અને જેમાં સમય લાગશે. એક-બે દિવસ આગળ-પાછળ થઇ શકે છે. બધા લોકો ઇચ્છે છે કે, મંદિરના પાયાનું આયુષ્ય પત્થરોથી પણ વધુ હોય. તેમણે જણાવ્યું કે, લાર્સન એન્ડ ટૂબ્રોના એન્જિનિયર્સ સાથે ચર્ચા કરવામાં આવી કે, કેવી રીતે રામ ઘાટથી એક વખતમાં પત્થરોનું શિફ્ટિંગ થશે. આ સાથે જ પરિસરની સુરક્ષાને લઇને પણ ચર્ચા થઇ છે. તેમણે જણાવ્યું કે, મંદિર પરિસરના નૃપેન્દ્ર મિશ્રએ પણ મંગળવારે નિરીક્ષણ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details