રાજ્યસભા પેટાચૂંટણી: યુપીથી સુધાંશુ ત્રિવેદી અને બિહારથી સતીષ દુબે ભાજપના ઉમેદવાર - રાજ્યસભા પેટાચૂંટણી
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખાલી પડેલી રાજ્યસભાની સીટ માટે આજે બંને નામ ફાઈનલ કરી દીધા છે. ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીની સીટ પરથી સુધાંશુ ત્રિવેદી ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે બિહારમાંથી રામ જેઠમલાણીની સીટ પરથી સતીષ દુબેને ઉમેદવાર બનાવ્યા છે.
સુધાંશુ ત્રિવેદી twitter
આ બંને રાજ્યોની એક-એક સીટ પર 16 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણીને લઈ કેટલાય દિવસથી અનેક નામને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. આખરે આ બંને નામ પર આજે ભાજપે મહોર લાગી છે.