ગુજરાત

gujarat

By

Published : May 29, 2019, 9:12 AM IST

Updated : May 29, 2019, 9:18 AM IST

ETV Bharat / bharat

મોદી એવા નેતા છે જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે: રજનીકાંત

ચેન્નઇ: અભિનેતા-રાજનેતા રજનીકાંતે મંગળવારે લોકસભા ચૂંટણી 2019ના પરિણામોને વિશેષ વ્યકિતની જીત ગણાવી, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીની હારની જવાબદારી લઇને પોતાના પદનું રાજીનામું આપવાની કોઇ જરુરત નથી.

results

રજનીકાંતે કહ્યું કે આ ચૂંટણીમાં ફક્ત મોદીની જીત થઇ છે. વધુમાં તેમણે જણાવ્યું કે જવાહર લાલ નેહેરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી બાદ "મોદી જ એક એવા નેતા છે જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે."

તેમણે કહ્યું કે તમિલનાડુમાં મોદી વિરોધી લહેર હતી અને વિભિન્ન ઔદ્યોગીક પરિયોજનાઓ, અને એવી કેટલીક યોજનાઓ જે બનાવવામાં આવી હતી પરંતુ લાગુ નહોતી પાડવામાં આવી માટે તમિલાનાડુમાં BJPને હારનો સામનો કરવો પડ્યો.

તેમણે કહ્યું કે, મારા મત મુજબ રાહુલ ગાંધીએ રાજીનામું ના આપવું જોઇએ. તેમણે કહ્યું રાહુલ ચૂંટણીમાં ખૂબ સારી રીતે લડ્યા પરંતુ વરિષ્ઠ નેતાઓ દ્વારા સમન્વિત થઇને કામ નથી કરવામાં આવ્યું.

સાથે જ તેમણે જણાવ્યુ કે તેઓ PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પણ શામેલ થશે.

Last Updated : May 29, 2019, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details