ગુજરાત

gujarat

રાજનાથ સિંહનો લેહ પ્રવાસ સ્થગિત, આર્મી ચીફ નરવાને સાથે જવાનું હતું 'ફાયર એન્ડ ફ્યુરી' મુખ્યાલય

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો લેહ પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. હાલમાં મંત્રાલય દ્વારા કોઈ કારણ આપવામાં આવ્યું નથી.

By

Published : Jul 2, 2020, 9:50 PM IST

Published : Jul 2, 2020, 9:50 PM IST

રાજનાથ સિંહ
રાજનાથ સિંહ

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો લેહ પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. હાલમાં મંત્રાલય દ્વારા કોઈ કારણ આપવામાં આવ્યું નથી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આર્મી ચીફ જનરલ એમ એમ નરવાને સાથે લેહ-લદ્દાખ જવાના હતા. કાર્યક્રમ અનુસાર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લેહ પહોંચતાની સાથે સેનાના 14 મા કોર ('ફાયર એન્ડ ફ્યુરી') ના વડામથકની મુલાકાત લેવાના હતા. ત્યાં, લેહ કોરના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ હરિન્દરસિંહે પૂર્વી લદ્દાખ નજીક એક્યુઅલ કંટ્રોલ લાઇનની બાજુમાં ચીન સાથેના તણાવ અંગે પ્રેઝનટેશન આપવાનું હતું.

મંગળવારે મળેલી બેઠકમાં બંને દેશોના સૈન્યે વિવાદિત વિસ્તારમાંથી સૈન્યની સંખ્યા ઘટાડવાની સંમતિ પર રાજી થયા હતા.

પરંતુ આ ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને લાંબી પ્રક્રિયા છે અને આ માટે હજી પણ લશ્કરી અને રાજદ્વારી કક્ષાએ વધુ મીટિંગ્સ જરૂરી છે. મંગળવારની બેઠકમાં, બંને દેશોના કમાન્ડરો આ વાત પર સંમત થયા છે કે, વિવાદિત ક્ષેત્રમાં સૈન્યને ખસેડ્યા પછી લગભગ 72 કલાક, બન્ને દેશોના સૈન્યની હિલચાલ પર નજર રાખવામાં આવશે.

જો આ તબક્કો સફળ થયો, તો ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા અન્ય વિવાદિત ક્ષેત્ર પર શરૂ થશે. આવી સ્થિતિમાં, પૂર્વ લદ્દાખને અડીને આવેલા 856-કિલોમીટર લાંબી એલએસી એટલે કે લાઇન ઑફ એક્ચુયલ કંટ્રોલ પર ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા ઘણો સમય લઇ શકે છે. જો કે, આ એલએસી પર કુલ સાત મુખ્ય વિવાદિત ક્ષેત્રો છે. જેમ કે ફિંગર-એરિયા, ગલવાન વેલી (પેટ્રોલિંગ પોઇન્ટ નંબર્સ, 14, 15 અને 17), દેપસાંગ પ્લેન્સ અને ગોગરા જ્યાં સૈનિકોની સંખ્યા ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details