નવી દિલ્હીઃ ચીન સાથેના તણાવ વચ્ચે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સોમવારે રુસ જવા રવાના થઇ રહ્યા છે. રાજનાથ સિંહ મોસ્કોમાં 24 જૂને યોજાનારી વિક્ટ્રી ડે પરેડમાં ભાગ લેશે. આ પરેડ રુસની જર્મની પર જીતના 75માં વર્ષના અવસરે થઇ રહી છે. આ પરેડમાં ભારતીય સેનાની એક ટૂકડી પણ ભાગ લેશે. જે પહેલા જ મોસ્કો જવા માટે રવાના થઇ ગઈ છે. બોર્ડર પર ચીન સાથે તણાવ વચ્ચે રક્ષા પ્રધાન રાજનાથ સિંહનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
ખાસ કરીને 20 જવાનોની શહીદી બાદ જે રીતે ભારત સરકારે રવિવારે આર્મીને ખુલી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેને જોઇને આ પ્રવાસ ખૂબ જ અગત્યનો લાગે છે. આ તણાવી વચ્ચે ભારતીય વાયુસેનાએ રુસથી 12 નવા મિગ-29 ફાઇટર જેટ ખરીદવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. જે ડીલ 5 હજાર કરોડની હશે.