- ભારતીય સેનાનું કમાન્ડર લેવલનું દ્વિવર્ષીય સંમેલન
- કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે સંબોધન
નવી દિલ્હી: દિલ્હીમાં કમાંડર લેવલનું દ્વિવર્ષીય સંમેલન 26 થી 29 ઓક્ટોબરે આયોજીત થઇ રહ્યું છે. જેમાં ભારતીય સેનામાં કૉલેજીયમના વિચાર-વિમર્શના માધ્યમથી મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લેવામાં આવતા હોય છે.
માનવ સંશાધન સંચાલનની બાબતો પર ચર્ચા વિચારણા
આ સંમેલનમાં આર્મીના સીનિયર ઓફિસરો, ભારતીય સેનાના તમામ કમાન્ડર્સ, સેના મુખ્યાલયના પ્રિંસિપલ સ્ટાફ ઓફિસરો અને અન્ય ઓફિસરો પણ શામેલ થશે. સંમેલનના પહેલા દિવસે એટલે કે 26 ઓક્ટોબરે માનવ સંસાધન સંચાલન સંબંધિત બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સંમેલનના અંતિમ દિવસે એટલે કે 29 ઓક્ટોબરે સીમા સડક સંગઠન (BRO) અને તેની સાથે સંબંધિત વિભિન્ન વિકાસ પરિયોજનાઓને લઇને સીમા સડક મહાનિદેશક (DGBR) માહિતી આપશે. સેનામાં અલગ અલગ સ્તરે માનવ સંસાધનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તેને લઇને પણ ચર્ચા થશે.