તેહરાનઃ રશિયાને ત્રણ દિવસીય પ્રવાસ પુરોકર્યા બાદ રાજનાથસિંહ મોસ્કોથી તેહરાન પહોંચ્યા હતા. તેમણે મોસ્કોમાં શંઘાઇ સહયોગ સંગઠનના રક્ષા પ્રધાનોની બેઠકમાં ભાગ લીધો છે. રક્ષા પ્રધાને રશિયા, ચીન અને મધ્ય એશિયાઇ દેશોને પોતાના સમકક્ષોની સાથે આ દરમિયાન દ્વિપક્ષીય વાતચીત કરી હતી.
તેહરાનના રક્ષા પ્રધાનની સાથે તેમણે બેઠક કરી હતી. આ દરમિયાન રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ઇરાની રક્ષા પ્રધાન બ્રિગેડિયર જનરલ અમીર હાતિમની સાથે એક બેઠક થઇ છે. અમે અફ્ઘાનિસ્તાન સહિત ક્ષેત્રીય સુરક્ષા મુદ્દા અને દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.