બુમલામાં પાસ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તૈનાત જવાનો સાથેની મુલાકાત દરમિયાન સંરક્ષણ પ્રધાને કહ્યું કે, મને સૈનિકોને સાથે મુલાકાત અને વાતચીત કરવાની તક મળી છે. આ વાતચીત દરમિયાન મને કહેવામાં આવ્યું કે, ચિંતા કરવાની કંઈ જરુર નથી સરહદ પર બધું સામાન્ય છે.
અરુણાચલ પ્રદેશમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહે જવાનો સાથે કરી મુલાકાત - અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ: રક્ષાપ્રધાન રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશના બુમલામાં જવાનો સાથે મુલાકાત કરી હતી. રક્ષાપ્રધાને તે દરમિયાન જવાનો સાથે વાતચીત કરી હતી. રાજનાથ સિંહે ભારત ચીન સીમાને લઈને પણ નિવેદન આપ્યું હતું.
arunachal pradesh
રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે, આ ભારત-ચીન સીમા પર અમે બધા લોકો ખુબ સમજદારીથી કામ લઈ રહ્યા છીએ. તેમજ ચીન PLA પણ સમજદારીથી કામ લઈ રહ્યા છે.