ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સુકનામાં LACની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી - lac situation at sukna

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દાર્જિલિંગના મુખ્ય સૈન્ય મથક ‘ત્રિશક્તિ’ કોર પર પહોંચ્યા હતા. પૂર્વ લદ્દાખમાં ચીન સાથેના ઘર્ષણોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૈન્યની સજ્જતાની સમીક્ષા કરવા માટે તેઓ 2 દિવસીય પશ્ચિમ બંગાળ અને સિક્કિમની મુલાકાતે છે. રાજનાથ સિંહ સાથે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ ઉપસ્થિત હતા.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સુકનામાં LACની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સુકનામાં LACની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી

By

Published : Oct 25, 2020, 12:14 PM IST

  • સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળ અને સિક્કિમની મુલાકાતે
  • વિજયાદશમીના પ્રસંગે પાઠવી શુભેચ્છાઓ
  • શેરથાંગ વિસ્તારમાં કરી 'શસ્ત્ર પૂજા'

પશ્ચિમ બંગાળ: સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે સેનાના જવાનો સાથે દશેરા ઉજવવા પશ્ચિમ બંગાળ અને સિક્કિમની મુલાકાતે છે. તેમણે દાર્જિલિંગના સુકના ખાતે 33મી કોરના મુખ્ય સૈન્ય મથક ખાતે ભારતીય સેનાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ કોર સિક્કિમમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર નજર રાખે છે.

33 મી કોરનો સુવર્ણ ઇતિહાસ છે

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે 33મી કોરના ટોચના કમાન્ડરોએ સંરક્ષણ પ્રધાન અને જનરલ નરવાણેને સિક્કિમ સેક્ટરમાં LAC પરની પરિસ્થિતિ તેમજ સૈન્ય અને શસ્ત્રોની સજ્જતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સેનાના જવાનોના એક જૂથ સાથેની વાતચીતમાં સંરક્ષણ પ્રધાને વિજયાદશમીના પ્રસંગે શુભેચ્છાઓ આપી અને દેશની સરહદોનું રક્ષણ કરવા માટેના તેમના સમર્પણની પ્રશંસા કરી હતી.સંરક્ષણ પ્રધાને કહ્યું કે, ભારતીય સેનાના બહાદુર જવાનોના કારણે આ દેશની સરહદો સુરક્ષિત છે. આખો દેશને તેમના પર ગર્વ છે. સંરક્ષણ પ્રધાને ત્રિશક્તિ વાહિનીના સમૃદ્ધ ઇતિહાસ વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ત્રિશક્તિ કોરનો એક સુવર્ણ ઇતિહાસ છે. ખાસ કરીને 1962, 1967, 1971 અને 1975માં આ કોર દ્વારા અદ્ભૂત વીરતાનું ઉદાહરણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.

દશેરા નિમિત્તે કરી શસ્ત્ર પૂજા

સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય તરફથી થયેલી ટ્વીટમાં ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારજનોને વિજયાદશમીના તહેવારની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજનાથસિંહે દશેરા નિમિત્તે સિક્કિમના શેરથાંગ વિસ્તારમાં 'શસ્ત્ર પૂજા' પણ કરી હતી.

ભારત-ચીન સંઘર્ષ

ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લગભગ પાંચ મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જેના કારણે તેમના સંબંધોમાં પણ તણાવ પેદા થયો છે. આ અવરોધોને દૂર કરવા બંને પક્ષે અનેક તબક્કાએ વાટાઘાટો કરવામાં આવી છે. જોકે આ વાટાઘાટોનું હજી સુધી કોઇ પરિણામ આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details