ચેન્નાઈ: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ગુનેગારોમાંના એક મુરુગને તમિલનાડુના મુખ્યપ્રધાનને બિમાર પિતાને મળવા માટે વકીલ દ્વારા વિનંતી કરી છે.
રાજીવ ગાંધી હત્યાકાંડ: દોષિત મુરુગને બિમાર પિતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી...
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષી મુરુગને તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીને પત્ર લખીને પોતોના પિતાને મળવા જવા દેવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, મારા પિતા ગંભીર રીતે બીમાર છે, જેથી હું મળવા માંગું છું.
મહત્વનું છે કે, મુરુગન છેલ્લા 28 વર્ષથી વેલ્લોર સેન્ટ્રલ જેલમાં આજીવનની સજા ભોગવી રહ્યાં છે. મુરુગને મુખ્યપ્રધાન પલાનીસ્વામીને વિનંતી કરી કે, હું મારા કેન્સરગ્રસ્ત પિતાને મળવા માંગુ છું. જેથી મને પરવાનગી આપો.
મરુગને મુખ્યમંત્રીને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, દેશમાં કોરોના વાઇરસના લોકડાઉનમાં કર્ફ્યુને લાદવામાં આવ્યો છે. જેથી વેલ્લોર સેન્ટ્રલ જેલના ઘણા કેદી વીડિયો કોલથી પોતાના સગા સંબંધીઓ સાથે વાત કરે છે. આ જ રીતે મુરુગને માનવતાને આધારે વીડિયો કોલથી પોતાના પિતાને જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે.