24મી મે 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. શ્રીલંકામાં શાંતિ સેના મોકલવાથી રોષમાં આવેલા તમિલ વિદ્રોહિઓના સંગઠન લિટ્ટેએ તમિલનાડુના શ્રીપેરમ્બદૂરમાં રાજીવ પર જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલો તે સમય થયો હતો, જ્યારે રાજીવ ગાંધી લોકસભા ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા.
રાજીવ ગાંધી હત્યાકાંડ: દિકરીના લગ્ન માટે નલિની એક મહિનાના પૈરોલ પર બહાર આવી - નલિની શ્રીહરન જેલમાંથી બહાર
ચેન્નઈ(તમિલનાડૂ): પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની આરોપી નલિની શ્રીહરન જેલમાંથી બહાર આવી ગયા છે. નલિનીને એક માસની પૈરોલ પર જેલમાંથી જામીન મળ્યા છે. નલિનીને મદ્રાસ કોર્ટે 6 માસના જામીન અંગે માંગ કરી હતી. જો કે, કોર્ટે નલિનીને 30 દિવસના જ પૈરોલ આપ્યા છે. નલિનીને તેની પુત્રીના લગ્ન માટે જેલથી છોડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, નલિની છેલ્લા 27 વર્ષોથી જેલમાં બંધ છે. નલિની સહિત અન્ય 7 લોકો પણ 1991થી જેલમાં સજા ભોગવી રહ્યા છે.
રાજીવ ગાંધીની હત્યાની આરોપી નલિની શ્રીહરન
આ આગાઉ મદ્રાસ હાઇકોર્ટે નલિની શ્રીહરનને સમય પહેલા છોડવા પર તમિલનાડુના રાજ્યપાલને નિર્દેશ આપવાની માગ કરતી અરજી રદ કરવામાં આવી હતી. નલિનીને પૂર્વ વડાપ્રધાનની હત્યા મામલે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.જેને લઈ તમિલનાડુ સરકારે તેની સજાને આજીવનમાં ફેરવી હતી.