ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે રાજસ્થાન સરકારે સરહદ કરી સીલ

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે રાજસ્થાન સરકારે રાજ્યની સરહદને 7 દિવસ માટે સીલ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ઘ્યાનમાં લઇને ગહલોત સરકારે આ નિર્ણય કર્યો છે. આ સિવાય બહારથી આવતા લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Rajasthan government
ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે રાજસ્થાન સરકારે સરહદ કરી સીલ

By

Published : Jun 10, 2020, 1:56 PM IST

અંબાજી: ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજસ્થાન સરકારે એક મહત્વનો નિર્ણય લીધો હતો. રાજસ્થાનની સરહદો ફરી વખત સીલ કરવામાં આવી છે. સરહદ સીલ કરવાનો આ નિર્ણય હાલ પુરતો 7 દિવસ સુધી માન્ય રહેશે. પછી સ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય કરવામાં આવશેે. પાસ વિના કોઇપણ વ્યકિતને આવાગમનની મંજૂરી આપવામાં આવશે નહીં. મેડિકલ ઇમરજન્સી અથવા જરૂરી કામ હોય તો જ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે રાજસ્થાન સરકારે સરહદ કરી સીલ

જોકે, સરકારનો આ આદેશી રેલવે અને વિમાન સેવાઓ પર લાગુ થશે નહીં. આ મામલે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details