મળતી વિગત અનુસાર સીકર જિલ્લાના રોલ સાહેબ સર ગામ પાસે યુવકો સાલાસર વિસ્તારમાં ગયા હતા. આ લોકો સાથે ફતેહપુરના બે યુવકો પણ સામેલ હતા. રવિવારે મોડી રાત્રે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે સાલાસર ટોલ નાકા પાસે ફોર્ચ્યૂનર કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
રાજસ્થાનમાં ટ્રક અને કાર ટકરાતા 7 યુવકોના મોત, એક ગંભીર - Rajasthan News Today
સીકરઃ જિલ્લાના ફતેહપુર વિસ્તારના સાત યુવકોના રોડ અકસ્માતમાં મોત નિપજ્યા છે. તમામ યુવકો એકબીજાના મિત્રો હતા. તેઓ પાર્ટીમાંથી પરત ફરી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે. સાલાસર વિસ્તારમાં એન.એચ. 58 પર આ લોકોની કાર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં તેમના અન્ય 1 મિત્રની ગંભીર હાલતમાં છે. આ દુર્ઘટના મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યુ છે.
આ ઘટનામાં ટક્કટ એટલી જબરદસ્ત હતી કે, કારનું કચ્ચરઘાણ વળી ગયુ હતુ. તેમજ કારમાં બેઠેલા સાત યુવકોના મૃત્યુ થયા હતા. જ્યારે એક યુવાન ગંભીર રૂપથી ઘાયલ થયો હતો. સાલાસર પોલીસને મળેલી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાં રોલ સહબ સર ગામનો ગાઝી ખાન પુત્ર રમઝાનખાન, ઇમરાન ખાન પુત્ર નજીર ખાન, ઇમરાન ખાન ઉર્ફે ગાંધી, ઇકબાલ ખાન અને ઇસ્લામ ખાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં ફતેહપુરના રફીક અને બાબુ ખાનનું પણ મોત નીપજ્યું હતું.
સાલાસર પોલીસ મથક આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે અને અત્યારે પોલીસ આ અંગે કંઈ કહેવા તૈયાર નથી. એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે, કારમાં હથિયાર મળ્યાં છે, પરંતુ પોલીસે તેની સ્પષ્ટતા કરી નથી. આ ઘટના અંગે CM અશોક ગહેલોતે ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી છે.