ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ્યપાલ ધનખડનો આરોપ, બંગાળની મમતા સરકાર રાજભવન પર નજર રાખી રહી છે

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, મમતા સરકાર રાજભવનની જાસૂસી કરી રહી છે.

જગદીપ ધનખડ
જગદીપ ધનખડ

By

Published : Aug 16, 2020, 5:22 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. ધનખડે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં રાજભવન પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, રાજભવનની પવિત્રતાને અખંડ રાખવી પડશે. તેમણે મમતા સરકાર પર રાજભવનની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યપાલ ધનખડે રાજ્યની જનતાને વધુ સારું વાતાવરણ બનાવવાની અપીલ કરી હતી જેથી કોઈ હિંસા વિના ચૂંટણીઓ યોજાય અને રાષ્ટ્ર માટે એક દાખલો બેસાડી શકાય. આ પહેલા પણ રાજ્યપાલ ધનખડ મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર પ્રહાર કરી ચુક્યા છે. સીએમ મમતા બેનર્જીએ રાજ્યપાલ દ્વારા માહિતી માગવા છતાં કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

રાજ્યપાલ ધનખડે મમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ચક્રવાત અમ્ફાન પછી રાહત અને બચાવ કામગીરીમાં ભ્રષ્ટાચાર અંગેની માહિતી આપવામાં આવી નથી, અને શાસક પક્ષે કહ્યું કે રાજ્યપાલ રાજકીય પ્રેરિત છે. શું આ કાયદાનું શાસન છે, શું અંહીં લોકશાહી છે?

ધનખડે કડક સ્વરમાં કહ્યું કે, પારદર્શિતા લાવીને કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવશે.તેમણે કહ્યું કે, રાજ્યપાલને માહિતી આપવામાં નિષ્ફળ મમતા સરકારના કાર્યકાળ દરમિયાન માહિતી અધિકારની ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details