ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી, રેડ અલર્ટ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ભારતીય હવામાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ લોકોને 2 દિવસ સુધી સતર્ક રહેવાની અપીલ કરી છે.

Rain in mumbai
Rain in mumbai

By

Published : Jul 15, 2020, 2:04 PM IST

મુંબઈ: ભારે વરસાદના કારણે મુંબઈ ફરી એક વખત પાણી-પાણી થયું છે. વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ સાથે રેડ અલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ અલર્ટ 15 જુલાઈ સુધી લાગુ રહેશે.

હવામાન વિભાગે મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય કોંકણ, ગોવામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ અલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે મહારાષ્ટ્ર સિવાય પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, દરિયાકાંઠાના વિસ્તારો આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં પણ વરસાદની આગાહી કરી છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details