નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે નિવેદન આપ્યું હતું કે, ભારતીય રેલવે આવનારા 3.5 વર્ષ સુધીમાં 100 ટકા વીજળીથી સંચાલિત થઇ જશે. વર્ષ 2030 સુધીમાં ગ્રીન રેલવે એટલે કે પ્રદૂષણમુક્ત ટ્રેન ઉપલબ્ધ કરી દેવાનું લક્ષ્ય છે.
રેલવે પ્રધાન પિયુષ ગોયલ ભારતીય ઉદ્યોગ સંઘના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, પુનઃપ્રાપ્ય ઊર્જાના સંવર્ધનમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્ર સરકાર સોલર ઊર્જા ક્ષેત્રે કાર્યક્ષમતા વધારવા અનેક પ્રયત્નો કરી રહી છે.
"ભારતીય રેલવે આવનારા 3.5 વર્ષમાં 100 ટકા વિદ્યુત સંચાલિત અને 9થી 10 વર્ષોમાં ઝીરો ઓપરેટર ધરાવતી થઇ જશે. વર્ષ 2030 સુધીમાં આપણે સૌ વિશ્વની સૌથી વિશાળ 'ગ્રીન રેલવે' ધરાવનાર દેશના નાગરિક તરીકે ગર્વ અનુભવીશું."