ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેલવેમાં ખલાસીના પદ પર ભરતી કરવાનુ બંધ - ભારતીય રેલવે

રેલવે ખલાસી પ્રણાલી સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પદ પર હવે કોઇ નવી ભરતી કરવામાં આવશે નહી.

Indian Railway
Indian Railway

By

Published : Aug 7, 2020, 10:36 AM IST

નવી દિલ્હીઃ રેલવે પોતાના વરિષ્ઠ અધિકારીઓના આવાસ પર કામ કરનારા 'બંગલા પિયુન' અથવા ખલાસીઓની નિયુક્તિની વસાહતને સંબંધી પ્રણાલીને સમાપ્ત કરવાની તૈયારીમાં છે અને આ પદ પર હવે કોઇ નવી ભરતી કરવામાં આવશે નહીં. રેલવે બોર્ડએ આ સંબંધે આદેશ જાહેર કર્યા છે.

રેલવે બોર્ડે ગુરૂવારે જાહેર કરેલા આદેશમાં કહ્યું કે, ટેલીફોન અટેન્ડન્ટ સહ ડાક ખલાસી (ટીએડીકે) સંબંધી મામલે સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ટીએડીકેની નિયુક્તિ સંબંધી મામલે રેલવે બોર્ડમાં સમીક્ષાધીન છે, જે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટીએડીકેના સ્થાનાપન્ન તરીકે નવા લોકોની નિમણુકની પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે નહીં અને ન તો તત્કાલ નિમણુક કરવામાં આવશે.

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ ઉપરાંત એક જુલાઇ 2020 થી આ પ્રકારની નિયુક્તિઓની આપવામાં આવેલી મંજૂરીના મામલે સમીક્ષા કરવામાં આવી શકે છે અને તેની સ્થિતિ બોર્ડને જણાવવામાં આવશે. તેનો બધા રેલવે પ્રતિષ્ઠાનોમાં કડકાઇથી પાલન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details