આપને જણાવી દઈએ કે, આ સિસ્ટમ ફક્ત એ ટિકિટમાં લાગૂ પડશે, જ્યાં IRCTC અધિકૃત એજન્ટ દ્વારા ટિકિટ બુક કરાવી હોય. આ સિસ્ટમમાં વન ટાઈમ પાસવર્ડ (OTP)ને યાત્રિએ રજીસ્ટર્ડ કરાવેલા મોબાઈલ નંબર પર SMSના માધ્યમથી મળશે. યાત્રિને આ OTPને લાગતા-વળગતા એજન્ટ પાસે લઈ જવો જ્યાં તેમને ટિકિટ બુક કરાવી હોય.
ભારતીય રેલ્વે: ઈ-ટિકિટ રદ કરાવ્યા બાદ આવી રીતે મળશે રિફંડ - ઈન્ડિયન રેલ્વે કૈટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન
નવી દિલ્હી: ભારતીય રેલ્વેએ ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનના સહયોગથી ઈ-ટિકિટ માટે એક નવા ઓટીપી આધારિત રિફંડ સિસ્ટમ શરુ કરી છે. ઈ-ટિકિટ રદ કર્યા બાદ રુપિયા પરત કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવી તે આ સિસ્ટમનો હેતુ છે. જે અંતર્ગત ગ્રાહકોએ રદ કરેલી ટિકિટના પૈસા ઝડપથી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
railway e ticket
ભારતીય રેલ્વેના આધિકારીક નિવેદનમાં કહેવાયું છે કે, આ યોજના અંતર્ગત રિફંડ પ્રક્રિયાને સુગમ બનાવવામાં આવી છે. જેથી ગ્રાહકોએ રદ કરેલી ટિકિટના પૈસા તેમને સમયસર પાછા મળી જાય.
રેલ્વે બોર્ડે ઉલ્લેખ કર્યો છે કે, આઈઆરસીટીસી અધિકૃત એજન્ટોના માધ્યમથી ટિકિટ બુક કરવાથી જ આ રિફંડ પાછુ મળશે.