ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેલવેએ 30 જૂન સુધી બુક થયેલી તમામ નિયમિત ટ્રેનની ટિકિટ કરી રદ - Indian Railways

લોકડાઉનના કારણે ફસાયેલા લોકો માટે વિશેષ ટ્રેનો ચલાવ્યા પછી ભારતીય રેલવેએ બુધવારે 30 જૂન સુધીની મુસાફરી માટે અગાઉ કરેલી તમામ ટ્રેન ટિકિટ બુકિંગને રદ કરવાની જાહેરાત કરી હતી. રદ કરવાની પ્રક્રિયા સ્વચાલિત કરવામાં આવશે અને 21 માર્ચથી પ્રવાસીઓને રિફંડ આપવામાં આવશે

Railway
Railway

By

Published : May 14, 2020, 9:04 AM IST

Updated : May 14, 2020, 9:38 AM IST

નવી દિલ્હી: રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્ર મુજબ ભારતીય રેલવેએ 30 જૂન 2020 સુધી તમામ નિયમિત નિર્ધારિત ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે.

રદ થયેલી ટ્રેનોનાં પ્રકારોમાં મેઇલ અથવા એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર ટ્રેન અને પરા / સ્થાનિક ટ્રેન સેવાઓ સામેલ છે.

જો કે, શ્રમિક સ્પેશિયલ ટ્રેન, વિશેષ ટ્રેનો 12 મી મેથી શરૂ થઈ હતી અને ભવિષ્યની વિશેષ ટ્રેનો જે ટ્રાન્સપોર્ટર દ્વારા સંચાલિત હોઈ શકે છે તે ચાલુ રહેશે.

ફસાયેલા લોકો માટે વિશેષ ટ્રેનો ચલાવ્યા બાદ ભારતીય રેલવેએ બુધવારે 30 જૂન સુધીની મુસાફરી માટે અગાઉ કરેલી તમામ ટ્રેન ટિકિટ બુકિંગને રદ કરવાની જાહેરાત કરી હતી. પહેલેથી બુક કરાવેલી ટિકિટ રદ કરવા અને ભાડા પરત પરત અંગેની સુધારેલી માર્ગદર્શિકા 21 માર્ચ, 2020થી લાગુ થશે.

તદનુસાર, રેલ્વે કોઈ આરએસી ટિકિટ જારી કરશે નહીં, જ્યારે તે 22 મેથી પ્રતીક્ષા સૂચિ આપવાનું શરૂ કરશે કારણ કે કેટલાક મુસાફરો છેલ્લી ક્ષણે તેમની ટિકિટ રદ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મુસાફરો 22 મેથી વિશેષ ટ્રેનોની વેઇટિંગ ટિકિટ મેળવી શકશે અને તે માટેની બુકિંગ 15 મેથી શરૂ થશે.

પ્રતીક્ષા સૂચિનો અવકાશ મર્યાદિત રહેશે અને પીઆરએસ કાઉન્ટર દ્વારા ટિકિટ કેન્સલ કરવાની સમય મર્યાદા 280 દિવસ માટે લંબાવામાં આવી છે.

Last Updated : May 14, 2020, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details