નવી દિલ્હીઃ મજૂરો પાસેથી ટિકિટના પૈસા લેવાના આરોપ પર ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું કે, પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે 85 ટકા ખર્ચ રેલવે અને રાજ્ય સરકાર 15 ટકા ખર્ચની વહેંચણી કરશે.
રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, 'મેં ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશો જોયા છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, સ્ટેશન પર કોઇ ટિકિટ વહેંચશે નહીં. રેલવે 85 ટકા સબસીડી આપી રહ્યું છે, રાજ્ય સરકારોએ 15 ટકા સબસીડી આપવાની છે. રાજ્ય સરકારે ટિકિટોના પૈસા આપી શકે છે. મધ્ય પ્રદેશની ભારતી જનતા પાર્ટીની સરકાર આમ કરી રહી છે. તમે કોંગ્રેસ શાસિત પ્રદેશોની સરકારને પણ આમ કરવાનું જણાવો.'