IT વિભાગને માહિતી મળી હતી કે એમ એસ કુરૈશીએ ઘરમાં 20થી 30 કરોડ રૂપિયા છુપાવ્યા છે. જેનો ઉપયોગ ચૂંટણીમાં કરવાના હોવાની માહિતી મળી હતી. જે સૂચનાના આધારે ITની ટીમે 6 કલાકે કુરૈશીના ફ્લેટમાં પહોંચી દરોડા પાડ્યા હતા.
કોંગ્રેસને બીજો ફટકો, અહમદ પટેલના સંબંધીની ત્યાં IT રેડ - it
નવી દિલ્હી: CM કમલનાથના નજીકના પર ITની રેડ બાદ હવે કોંગ્રેસના ટોંચના નેતા અહમદ પટેલના નજીકના સંબંધીની ત્યાં દરોડો પડ્યા હતા. જેમાં આયકર વિભાગે એમ એસ કુરૈશીના ઘરે દરોડા પાડ્યા હતા.
ફાઇલ ફોટો
માહિતી અનુસાર કોંગ્રેસ નેતા અહમદ પટેલ પહોંચતા તેમણે આ બાબતે મીડિયાને નિવેદન આપવાનું ટાળ્યું હતું. કુરૈશીના દરોડા દરમિયાન ત્યાંથી કેટલી વસ્તુઓ મળી છે. તેનું કારણ હજુ સુધી અકબંધ છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર IT વિભાગે કેટલાક દસ્તાવેજોને કબ્જે કર્યા હતાં.
Last Updated : Apr 9, 2019, 12:25 PM IST