ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધી જ કોંગ્રેસ અધ્યક્ષ હતા, છે અને આગળ પણ રહેશે ! - lok sabha election

ન્યૂઝ ડેસ્ક: રાહુલ ગાંધીના રાજીનામા પર ચાલી રહેલી અટકળો પર કોંગ્રેસે હવે વિરામ લગાવી દીધો છે. રણદીપ સુરજેવાલાએ સ્પષ્ટ કરી દીધું છે કે, રાહુલ ગાંધી જ પાર્ટીના અધ્યક્ષ બની રહેશે. તેમણે રાહુલ ગાંધીના રાજીનામાને લઈ શું કહ્યું આવો જાણીએ...

file

By

Published : Jun 13, 2019, 1:50 AM IST

આપને જણાવી દઈએ કે, એ કે, એંટનીના માર્ગદર્શનમાં મળેલી વરિષ્ઠ નેતાઓ સાથેની અનૌપચારિક બેઠક બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધીને લઈ મહત્ત્વની જાહેરાત કરી હતી. આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામેલ હતા જો કે, આ બેઠકમાં રાહુલ ગાંધી હાજર નહોતા.

પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં સુરજેવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અધ્યક્ષ પદે રાહુલ ગાંધી હતા છે અને આગળ પણ રહેશે. અમને કોઈને આ પદ જરા પણ શંકા નથી. સાથે સાથે તેમણે અન્ય વિકલ્પની વાતનો પણ છેદ ઉડાવી દીધો હતો.

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ પાર્ટી બેકફૂટ પર જતી રહી છે. મળેલી આ બેઠકમાં રાહુલ ગાંધીના રાજીનામાં પર ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં એકે એંટની, અહમદ પટેલ, પી. ચિદબંરમ, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ, કેસી વેણૂગોપાલ, આનંદ શર્મા તથા સુરજેવાલા ઉપસ્થિત રહ્યા હતાં. આ નેતાઓ લોકોસભા ચૂંટણીની નિર્મિત કોર ગ્રૃપ પણ સામેલ હતાં. અહીં સાથે સાથે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ તથા જમ્મુ કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની પણ તૈયારીઓ વિશે ચર્ચાઓ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details