ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શહરેમાંથી ગરીબોના પગપાળા પલાયન માટે સરકાર જવાબદાર: રાહુલ ગાંધી

કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે સરકારે દેશમાં લૉકડાઉન જાહેર કર્યું છે. તેની વચ્ચે કેટલાય પ્રવાસી મજુરો અને ગરીબોને પગપાળા પોતાના ઘર સુધી પહોંચવાનો વિચાર કર્યો છે. તેના પર રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે, આવી સ્થિતિ માટે મોદી સરકાર જવાબદાર છે.

By

Published : Mar 28, 2020, 5:08 PM IST

Etv BHarat, Gujarati News, Rahul Gandhi News, Congress News
Rahul Gandhi

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લૉકડાઉન દરમિયાન મજૂરો અને ગરીબો પોતાના ઘર જવા માટે પગપાળા નીકળ્યા છે, જેને લઇને સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આવી ભયાનક સ્થિતિ માટે મોદી સરકાર જવાબદાર છે. મહત્વનું છે કે, કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે સરકારે દેશમાં લૉકડાઉન જાહેર કર્યું છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, આ સ્થિતિને એક મોટી દુર્ઘટનામાં બદલવા પહેલા સરકારને કડક પગલા ભરવા જોઇએ.

આ તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, આ સ્થિતિ પર આપણને બધાને શરમ આવવી જોઇએ. તેમણે ગરીબોના પગપાળા પલાયનનો એક વીડિયો શેર કરતાં ટ્વીટ કર્યું કે, આ મજૂરો હિન્દુસ્તાનીઓની સાથે આવો વ્યવહાર ન કરો. આપણને શરમ આવવી જોઇએ, તેમને આ હાલતમાં છોડ્યા છીએ. આ આપણા લોકો છે. પ્રિયંકાએ કહ્યું કે, મજૂરો દેશના અભિન્ન અંગ છે. મહેરબાની કરીને તેમની મદદ કરો.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, હજારો ગરીબ લોકો પોતાના પરીવાર સહિત ઉત્તર પ્રદેશ-બિહાર પગપાળા જવા મજબુર બન્યા છે. આ લોકો કહી રહ્યા છે કે, કોરોના વાઇરસથી નહીં, પરંતુ ભુખથી તે જરુર મરી જશે.

સુરજેવાલાએ પ્રશ્ન કર્યો છે કે, શું આ આટલી મોટી માનવીય દુર્ઘટનાનો કોઇ જવાબ નથી?

ABOUT THE AUTHOR

...view details