ગુજરાત

gujarat

આશા વર્કરોઓની હડતાલ પર બોલ્યા રાહુલગાંધી, કહ્યું- કદાચ આંધળી-બહેરી પણ છે મોદી સરકાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. આશા વર્કરોની હડતાલ અંગે રાહુલ કહે છે કે, સરકાર આશા વર્કરોની સમસ્યાઓ ન તો જોઇ શકે છે ન તો સાંભળે છે.

By

Published : Aug 8, 2020, 5:04 PM IST

Published : Aug 8, 2020, 5:04 PM IST

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે આશા વર્કરોની હડતાલને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને એવો આરોપ લગાવ્યો છે કે, પહેલાથી જ ગરીબ સરકાર હવે અંધ અને બેહરી બની ગઈ છે.

તેમણે એક સમાચારનો હવાલો આપીને ટ્વિટ કર્યું, 'આશા વર્કરો દેશભરમાં ઘરે ઘરે આરોગ્ય સુરક્ષા પહોંચાડે છે. તેઓ સાચા આરોગ્ય યોદ્ધા છે પરંતુ આજે તેને પોતાના હક માટે હડતાલ કરવાની ફરજ પડી છે.

કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો, "સરકાર મૂંગી હતી, પરંતુ હવે તે આંધળી અને બહેરી પણ થઇ ગઇ છે."

દેશના આશાવર્કરો તેમની અનેક માંગણીઓ સાથે ઓગસ્ટથી બે દિવસીય હડતાલ પર ઉતર્યા છે. તેમની મુખ્ય માંગ એ છે કે તેઓને વધુ સારા અને સમયસર પગાર મળવો જોઈએ અને લઘુતમ વેતનની ખાતરી કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details