નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ સરકાર અને વહીવટ તંત્ર પર નિશાન સાધતા કહ્યું કે, સરકાર ગરીબોને મળનારા ચોખાના હિસ્સામાંથી સેનિટાઇઝર બનાવીને અમીરોના હાથ સાફ કરી રહી છે. રાહુલે પોતાના ટ્વીટમાં સવાલ કર્યો કે, 'ભારતનો ગરીબ ક્યારે જાગશે?'
સરકાર ગરીબોને મળનારા ચોખાના હિસ્સામાંથી સેનિટાઈઝર બનાવીને અમીરોના હાથ સાફ કરી રહી છે: રાહુલ ગાંધી - સેનિટાઇઝર, સાબુ, માસ્ક, મોજા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના સંકટ દરમિયાન ચાલી રહેલા લોકડાઉન અને તેનાથી સર્જાયેલી મુશ્કેલીઓ અંગે ટિપ્પણી કરી છે. રાહુલે જણાવ્યું કે, ગરીબ ભૂખથી મરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ અગાઉ કોરોના સંકટને લઈને પણ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, અનાજ ગોડાઉનમાં સડી રહ્યું છે, જ્યારે સેંકડો લોકો રસ્તાઓ પર ભૂખ્યા પેટે રાહ જોઇ રહ્યાં છે.'
સોમવારે એક ટ્વીટમાં રાહુલે લખ્યું હતું કે, કોરોનાના આ મુશ્કેલ સમયમાં અમે સરકાર પાસેથી સતત માગ કરી રહ્યાં છીએ કે, આ રોગચાળાની સારવારથી સંબંધિત તમામ નાના-મોટા સાધનો જીએસટી મુક્ત થવા જોઈએ. જેમાં ગરીબી પીડિત લોકો પાસેથી સેનિટાઇઝર, સાબુ, માસ્ક, મોજા વગેરે પરથી GST હટાવી લેવામાં આવે. અમે #GSTFreeCoronaની લડત માગી રહ્યાં છીએ.