રાહુલ ગાંધી હાલ પણ પ્રમુખ પદ છોડવાની જીદ પર અડગ છે. તેમણે બુધવારે પક્ષની બેઠકમાં સુનિશ્ચિત કરી દીધું હતુ. કોંગ્રેસ સંસદીય દળની બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધીએ કરી હતી.
રાહુલ ગાંધીનો નનૈયો, અધ્યક્ષ બની રહેવા કોંગ્રેસી કાર્યકર્તાઓની જીદ - offer
નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ કોંગ્રેસ સાંસદોના આગ્રહને નકારી કાઢ્યો છે. સાંસદો દ્વારા તેમને પાર્ટી પ્રમુખપદે યથાવત રહેવા વિનંતી કરી હતી. આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધીએ કરી હતી.
પ્
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી અને શશિ થરૂરે તેમને પ્રમુખ પદે યથાવત્ રહેવા માટે આગ્રહ કર્યો હતો. યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ રાહુલને પ્રમુખ બની રહેવા માટે ભલામણ કરી હતી. મોટી સંખ્યામાં તેઓ રાહુલ ગાંધીના ઘરની બહાર ભેગા થયા છે.
કોંગ્રેસ પાર્ટીના 52 સાંસદ છે, લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલે પોતાનું રાજીનામુ આપી દીધું હતુ. જે હજી સુધી સ્વીકારવામાં આવ્યું નથી.