ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: 11 ઓક્ટોબરથી ચૂંટણી પ્રચારમાં ઉતરશે રાહુલ ગાંધી - સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ ગાંધી

ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય દંગલ શરુ થઈ ગયું છે. એક બાજુ ભાજપ છે, જે સત્તામાં વાપસી કરવા થનગની રહ્યું છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસ છે જે સત્તામાં આવવા માટે સપના જોઈ રહ્યા છે. આ સપનાને હકીકતમાં બદલવા માટે કોંગ્રેસે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.

haryana congress news

By

Published : Oct 7, 2019, 12:25 PM IST

11 ઓક્ટોબરે રાહુલ ગાંધીની હરિયાણામાં પ્રથમ રેલી
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો હરિયાણામાં રાહુલ ગાંધી આગામી દિવસોમાં કોંગ્રેસમાં પ્રાણ પુરવા માટે થઈ ફરી એક વાર પ્રચારનો ધમધમાટ શરુ કરી શકે છે. 11 ઓક્ટબરથી રાહુલ ગાંધી હરિયાણામાં પ્રથમ રેલીને સંબોધન કરશે.

સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ ગાંધી
હાલમાં રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષનું પદ છોડ્યું છે. તેમ છતાં પણ રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં છે. પાર્ટીનું માનવું છે કે, રાહુલ ગાંધી વધુને વધુ મતદારોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. કોંગ્રેસની વિચારધારાને જનતા સુધી પહોંચાડવામાં તેઓ સફળ રહે છે.

આપને જણાવી દઈએ કે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, જેનું પરિણામ 24 ઓક્ટોબરે આવશે.

ABOUT THE AUTHOR

...view details