મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધી ઉદયપુરથી 12:20 કલાકે હેલીકોપ્ટર દ્વારા નીમચ ખાતે પહોંચશે. જ્યાં મુખ્યપ્રધાન કમલનાથ તેમનું સ્વાગત કરશે. મંદસૌરમાં રાહુલ ગાંધી 12:30 કલાકથી 1:45 સુધી ચૂંટણી સભાને સંબોધશે. ત્યારબાદ નીમચથી રાહુલ ગાંધી અને કમલનાથ 1:55 કલાકે ઉજ્જૈનના તરાના ખાતે જવા માટે રવાના થશે અને 2:50 કલાકે તરાના ખાતે પહોંચશે. જ્યાં 2:55 કલાકથી લઇને 3:55 કલાક સુધી ચૂંટણી સભાનું સંબોધન કરશે.
રાહુલ ગાંધી આજે મધ્ય પ્રદેશના પ્રવાસે, જાણો કાર્યક્રમ - ELECTION
ભોપાલ: લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં મધ્યપ્રદેશની 8 લોકસભા બેઠકને લઇને મતદાન થવાનું છે. આ બેઠક પર કોંગ્રેસની જીત નિશ્વિત કરવા રાહુલ ગાંધી આજે મધ્ય પ્રદેશના પ્રવાસ પર છે. રાહુલ ગાંધી મંદસોર, ઉજ્જૈન અને ખંડવા સંસદીય બેઠક પરથી ચૂંટણી સભાને સંબોધશે. રાહુલ ગાંધીની સાથે મુખ્યપ્રધાન કમલનાથ પણ ઉપસ્થિત રહેશે.
રાહુલ ગાંધી આજે મધ્ય પ્રદેશના પ્રવાસે, ચૂંટણી સભાને સંબોધશે
ઉજ્જૈનના તરાના ખાતેથી 4:05 કલાકે હેલીકોપ્ટર દ્વારા ખંડવા ખાતે જવા રવાના થશે. 4:55 કલાકે ખંડવા ખાતેના છૈગાંવ માખન પહોંચશે. જ્યાં 5:05 કલાકથી લઇને 6 કલાક સુધી ચૂંટણી સભાને સંબોધન કરશે. જ્યાંથી 6 કલાકે ઇન્દોર ખાતે જવા રવાના થશે અને 6:30 કલાકે ઇન્દોરથી દિલ્હી ખાતે જવા માટે રવાના થશે.