રાહુલ ગાંધીએ 23 ઑગષ્ટે લખેલા પત્રમાં કહ્યુ છે. "કેરળમાં છેલ્લા કેટલાય દશકોનું સૌથી ખતરનાક પૂર આવ્યું છે." ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો બેઘર થઈ ગયા છે. જ્યારે કીચડ ભરાઈ જવાથી હજારો ઘર રહેવા યોગ્ય રહ્યાં નથી. ગ્રામીણ વિકાસ વિભાગ મનરેગા અંતર્ગત, રાજ્ય સરકાર તરફથી પૂરથી પ્રભાવિત ગામો, તાલુકાઓ અને જિલ્લાઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. ઉપરાંત મનરેગા અધિનિયમ, 2005ની કલમ 3(4) કેન્દ્ર સરકાર એ વાતનો અધિકાર આપે છે કે તે રોજગારના નિયત દિવસોમાં વધારો કરી શકે છે.
રાહુલ ગાંધી મંગળવારે કન્નૂર ઍરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ વાયનાડની માનંથવડી વિધાનસભામાં રાહત કેમ્પની મુલાકાત કરશે. અહીં તેઓ એક શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપશે. બાદમાં થવિનજલના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જશે. જ્યાં પૂર પ્રભાવિત લોકોને મળી સ્થાનીય પ્રશાસન અને રાહત કાર્યોમાં જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરશે. પોતાના પ્રવાસના પ્રથમ દિવસે તેઓ માનંથવડી ફૉરેસ્ટ ગેસ્ટ હાઉસમાં રોકાશે. બાકીના અન્ય ત્રણ દિવસમાં રાહુલ ગાંધી કેરળના અન્ય જિલ્લાઓની મુલાકાત કરી ત્યાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરશે, ઉપરાંત સ્થાનિક કાર્યકર્તાઓની પણ મુલાકાત કરશે.