ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાફેલ મુદ્દે રાહુલના પ્રહાર, કહ્યું- સીતારમન અને મોદી ખોટું બોલ્યા

નવી દિલ્હી: લોકસભામાં PM મોદીના ભાષણ બાદ આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાફેલ ડીલને લઇને વળતો પ્રહાર કર્યો છે. લોકસભા ચૂંટણી નજીક છે એવામાં પક્ષ-વિપક્ષ આમનોસામને આવી ગયાં છે.

સ્પોર્ટ ફોટો

By

Published : Feb 8, 2019, 1:23 PM IST

રાફેલ ડીલને લઇને દેશમાં વિવાદ થંભવાનું નામ લેતો નથી, ત્યારે એક અંગ્રેજી સમાચારે ખુલાસો કર્યો છે કે, ફ્રાંસ સરકારની સાથે રાફેલ ડીલને લઇને સંરક્ષણ મંત્રાલય તરફથી થયેલી ડીલના સમયે વડાપ્રધાને કાર્યાલયમાં દખલગીરી કરી તેમાં ફ્રાંસને ફાયદો થયો છે.

RAFEL

PMના સવાલ પર રાહુલે કહ્યું કે, મોદી અનિલ અંબાણી માટે ડીલ કરી રહ્યાં હતા. રાફેલ ડીલમાં મોદી અને સંરક્ષણ પ્રધાન ખોટુ બોલી રહ્યાં છે. ખુલ્લી રીતે ચર્ચા કરતા મોદીએ વાયુસેનાના 30 હજાર કરોડ ચોરી કર્યા છે. વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, "ફ્રાંસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોલાંદે કહ્યું હતું કે, PM મોદીએ ચોરી કરી છે.

ABOUT THE AUTHOR

...view details