રાફેલ મુદ્દે રાહુલના ગુજરાતીમાં ચાબખા, "ચોકીદાર ચોર છે" - bjp
ધરમપુર: કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડમાં એક જન આક્રોશ સભાને સંબોધન કરી હતી. ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં મોટી સંખ્યામાં લોકો રાહુલ ગાંધીને સાંભળ્વા ઉમટ્યા હતાં.
સ્પોટ ફોટો
મહત્વનું છે કે, ધરમપુરના લાલ ડુંગરી મેદાન પર ગાંધી પરિવારની આજે ત્રીજી પેઠી સભાને સંબોધિત કરી હતી. રાફેલ મુદ્દે રાહુલે ગુજરાતીમાં PM મોદી પર ચાબખા માર્યાં હતાં. જેમાં રાહુલે ગુજરાતીમાં કહ્યું કે, "ચોકીદાર ચોર છે"
- સંબોધન શરૂ કરે તે પહેલા રાહુલ રાહુલના નારા
- એક તીર એક કમાન…
- જય જવાનના નારા હૈ… ભારત દેશ હમારા હૈ… ના નારા
- ચોકીદાર ચોર હૈ… ના નારા… રાહુલ બોલ્યા આ તો તમે હિન્દીમાં બોલ્યા
- ગુજરાતીમાં શુ કહે છે… ચોકીદાર ચોર છે… રાહુલ ગુજરાતીમાં બોલ્યા
- ડીફેન્સ મંત્રાલયે સાફ કરી દીધું છે કે મોદી સીધા સંકળાયેલા છે.
- મોદીએ અનિલ અંબાણીના ખોળામાં 30,000 કરોડ આપી દીધા છે.
- ફ્રાન્સ એમ કહી રહ્યું છે ચોકીદાર ચોર છે…
- ફ્રાન્સના રાષ્ટ્રપતિ પણ કહી રહ્યા છે કે ચોકીદાર ચોર છે…
- મોદી ભાષણ કરે છે ત્યારે તેમની આંખ જુઓ, ચહેરો જુઓ
- મે સંસદમાં ચાર સવાલ પુછ્યા હતા…મોદીજી મારી આંખમાં આંખ ન મિલાવી શકયા
- સંસદમાં તેમણે દોઢ કલાક ભાષણ આપ્યું, કયારેક ઉપર જોતા હતા, તો કયારેક નીચે જોતા હતા, મારી સામે આંખ ન મિલાવી શક્યા
- રફાલ મામલામાં ચોરી થઈ છે, આપ સૌ જાણો છો
- કેન્દ્રની મોદી સરકાર કહે છે કે ખેડૂતોના દેવા માફ નહી કરીએ એમ કહે છે…
- પણ કેટલાય ઉદ્યોગપતિ કરોડો રૂપિયા લઈને જતા રહ્યા
- ગુજરાતના કેટલા ખેડૂતોના દેવા માફ કર્યા તમે જ કહો
- મોદીએ કેટલા લોકોના દેવા માફ કર્યા તમને ખબર છે
- આપણા વડાપ્રધાન રફાલ મામલે ચુપ છે.
- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢના ભાજપના સીએમ કહ્યું હતું કે ખેડૂતોના દેવા માફ નહી થાય
- પણ કોંગ્રેસની સરકાર આવ્યા પછી એક ઝાટકે ખેડૂતોના દેવા માફ કર્યા
- આદિવાસી અને ખેડૂતો ન્યાય ઈચ્છે છે
- અમે આદિવાસીઓ માટે બિલ લાવ્યા, પણ તેને મોદી સરકારે લાગુ ન કર્યું
- ભારત માલા પ્રોજેક્ટ નથી… ભારત મારા પ્રોજેક્ટ છે
- આદિવાસીઓ અને ખેડૂતોના અવાજને હવે દબાવાશે નહી
- અમે ખેડૂતોની જમીન પાછી અપાવીશું
- મોદીએ નોટબંધી કરી, તમામને બેંકોને લાઈનમાં ઉભા કરી દીધા..
- અનિલ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ બેંકની લાઈનમાં ઉભેલા જોવા મળ્યા
- ઈમાનદાર લોકોને લાઈનમાં ઉભા કરી દીધા
- કરોડપતિઓએ કાળા નાણા ધોળા કરી નાંખ્યા
- દેશની અર્થવ્યવસ્થા મોદી સરકારે નષ્ટ કરી નાંખી છે.
- બિઝનેસમેન કોણ… વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોકસી, અનિલ અંબાણી….
- નોટબંધી વખતે અમિત શાહના દીકરા જય શાહે 700 કરોડ વ્હાઈટ કર્યા
- જીએસટી એટલે ગબ્બરસિંહ ટેક્સ
- 2019માં દેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો જીએસટીને બદલશે
- એક જ ટેક્સ હશે… અમે અમારા વાયદા પુરા કર્યા છે.
- નાણાપ્રધાન અરૂણ જેટલી કહે છે કે ટેક્સ ભરનારા ટેક્સની ચોરી કરે છે.
- પણ હું કહું છું કે ટેક્સ ભરનારો ઈમાનદાર છે.
- મહાત્મા ગાંધીએ દેશને આઝાદ કર્યો, અને ગુજરાત હવે બતાવશે સાચી પ્રગતિ કોને કહેવાય
- અમે દેશનો જોડવાનું કામ કરીએ છીએ
- ગુજરાત સાથે મારો નાતો છે. ગુજરાતીઓ મને ખુબ ગમે છે, ગુજરાતી ખાવાનું ગમે છે.
- તમારી જમીન, જળ, જંગલને બચાવવા છે, તેમની અમે રક્ષા કરીશું
- કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કર્યો છે કે ગરીબોને ઈન્કમ ગેરંટી આપીશું…
- મોદી જેમ અનિલ અંબાણીના ખાતામાં સીધા 30,000 કરોડ જમા કર્યા, તે રીતે જ અમે તમારા ખાતામાં મીનીમમ ઈન્કમ ગેરંટીની રકમ જમા કરીશું
- ગરીબોના ખાતામાં સીધા પૈસા જમા આપીશું, અને તાલીઓ તમારે વગાડવાની છે
- સંસદમાં મોદીજીએ ભાષણ આપ્યું તો ભાજપના સાંસદો તાલીઓ વગાડતા હતા…
- કેમ તાલીઓ પાડી… ખેડૂતોને રોજના ફકત રૂપિયા 3.50 આપ્યા છે, માત્ર રૂપિયા 3.50… વગાડો તાલીઓ
- ગુજરાતમાં મને પ્રવાસની વધુ તક આપો, એવી ફરિયાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને કરી હતી
- મારે મારા મનની વાત નથી કરવી, હું તમારા મનની વાત જાણવા આવ્યો છું
- ગુજરાતમાં ચૂંટણીના સારા પરિણામ આવશે
- ગુજરાતે મને પ્યાર આપ્યો છે આદર આપ્યો છે, તે હું ભુલી નહી શકું
- હું કયાંય પણ હોવું તમે મને યાદ કરજો, હું ગુજરાત માટે હાજર થઈ જઈશ