કોંગ્રેસ પાર્ટીના 135માં સ્થાપના દિવસે એક કાર્યક્રમમ યોજાયો હતો, ત્યારે રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યાલયમાં સંવાદદાતા સાથે થોડા સમય પહેલા વાયરલ થયેલા PMના વીડિયો વિશે વાત કરી હતી. તેમજ તેમણે આ અંગે ટ્વીટર પર પોસ્ટ પણ કરી હતી.
પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "તમે વડાપ્રધાન મોદીનું ભાષણ સાભળ્યું. શું તમે ડિટેન્શન સેન્ટરનો વીડિયો જોયો??"
આ પહેલા રાહુલ ગાંધીએ ગુરુવારના દિવસે વડાપ્રધાન મોદી પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, RSSના વડાપ્રધાન ભારત માતાને જૂઠ્ઠં બોલી રહ્યાં છે. ત્યારબાદ તેમણે આસામના ડિટેન્શન સેન્ટર અંગેના મુદ્દામાં પણ PMને લઈ ટ્વીટ કર્યુ હતું અને તેઓ જૂઠ્ઠં બોલી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ વડાપ્રધાન મોદીએ દિલ્હી રામલીલા મેદાનમાં રેલીમાં કહ્યું હતું કે, "દેશમાં ડિટેન્શન સેન્ટર લઈને ફેલાવાતી ખબરો અફવા છે."