આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના નામાંકન પર ચાર વ્યક્તિએ સવાલો ઊભા કર્યા હતાં.
અમેઠીમાં રાહુલનું નામાંકન યોગ્ય, બ્રિટિશ નાગરિક હોવાનો આરોપ રદ - nomination
નવી દિલ્હી: અમેઠીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામાંકન કાયદાકીય રીતે યોગ્ય છે. રાહુલ ગાંધીની યોગ્યતા અને નાગરિકતા પર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. આજે બે કલાકની સુનાવણી દરમિયાન ચૂંટણી અધિકારીએ યોગ્ય હોવાનો તારણ કાઢ્યું હતું.
file
ગત અઠવાડીયે રાહુલ ગાંધીના નામાંકનને કારણે સવાલો ઊભા થયા હતા. ત્યાર બાદ અમેઠીના રિટર્નીંગ ઓફિસરે નામાંકનની તપાસ સ્થગિત કરી 22 એપ્રિલ સુધી જવાબ આપવા જણાવ્યું હતું. અમેઠીમાં એક ઉમેદવારે રાહુલનું નામ તથા બ્રિટીશ નાગરિકતા હોવાનો આરોપ લગાવ્યો હતો.