ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાધીનું વિવાદીત નિવેદન, 'ગોડસે અને મોદીની વિચારધારા એક' - લોકસભા સભ્ય રાહુલ ગાંધી

કોંગ્રેસના વાયનાડ બેઠકના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ એક માર્ચ યોજી હતી જેમાં 2 કીમી સુધી રાહુલ ગાંધીએ આગેવાની કરી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ CAA વિરૂદ્ધ માર્ચ યોજી રહ્યું છે. રાહુલે કહ્યું કે, નાથુરામ ગોડસે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા એક જ છે. બન્નેની વિચારધારામાં કોઈ જ અંતર નથી. બસ નરેન્દ્ર મોદીમાં એ કહેવાની હિમ્મત નથી કે તે નાથુરામ ગોડસેમાં શ્રદ્ધા રાખે છે.

રાહુલ ગાધીએ વાયનાડમાં 'સંવિધાન બચાવો' રેલીની આગેવાની કરી
રાહુલ ગાધીએ વાયનાડમાં 'સંવિધાન બચાવો' રેલીની આગેવાની કરી

By

Published : Jan 30, 2020, 2:56 PM IST

વાયનાડ: નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કોંગ્રેસના ભૂતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના વાયનાડના પ્રવાસ પર છે, ત્યારે વાયનાડમાં બંધારણ બચાવો રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, નાથુરામ ગોડસે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા એક જ છે. બન્નેની વિચારધારામાં કોઈ જ અંતર નથી. બસ નરેન્દ્ર મોદીમાં એ કહેવાની હિમ્મત નથી કે તે નાથુરામ ગોડસેમાં શ્રદ્ધા રાખે છે.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતવાસીઓને સાબિત કરવું પડી રહ્યું છે કે તે ભારતીય છે. નરેન્દ્ર મોદી કોણ છે કે જે નક્કી કરશે કે હું ભારતીય છું. હું જાણુ છું કે હું ભારતીય છું. મારે કોઈની પાસે તે સાબિત કરવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ રોજગારી અને અર્થતંત્રના મુદ્દે પણ સરકારની ટીકા કરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, શું તમે એ નોટિસ કર્યું કે જ્યારે પણ નરેન્દ્ર મોદીને બેરોજગારી અને નોકરીઓ મુદ્દે પ્રશ્ન કરવામાં આવે છે, તો તેઓ ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયત્ન કરે છે. રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) અને CAA તમને નોકરી નહીં આપે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અને આસામની સ્થિતિ લોકોને રોજગારી નહીં આપે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સંસદીય મત વિસ્તાર વાયનાડના કાલપેટ્ટા વિસ્તારમાં 'સંવિધાન બચાવો' માર્ચની આગેવાની કરી હતી. પક્ષના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાયનાડ બેઠક પરથી લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ કલપેટ્ટામાં બે કિમી સુધી માર્ચની આગેવાની કરી હતી.

આ સમયે કોંગ્રેસના ભૂતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રેલી બાદ પક્ષના કાર્યકર્તાઓને સંબોઘન કરશે. કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી પોતાના સાંસદો, ધારાસભ્યો અને સ્થાનીક નેતાઓની આગેવાનીમાં CAAના વિરોધમાં રાજ્યમાં માર્ચનું આયોજન કરી રહ્યાં છે. આ સિવાય રાજ્યમાં 13 જિલ્લામાં કોંગ્રેસની આગેવાની વાળા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ લોકો દ્વારા ભારતનો નકશો બનાવશે. વાયનાડમાં ગાંધી રેલી દરમિયાન પક્ષના ટોંચના નેતા ઓમાન ચંડી, કેસી વેળુગોપાલ, વિધાનસભાના વિપક્ષ નેતા રમેશ ચેન્નીતલા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એમ રામચંદ્રન ઉપસ્થિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details