ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામા હુમલોઃ રાહુલે મોદીને ‘પ્રાઇમ ટાઈમ મિનિસ્ટર’ ગણાવ્યા - amit shah

નવી દિલ્હીઃ કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલા બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા વારંવાર PM મોદી પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીને ‘પ્રાઇમ ટાઈમ મિનિસ્ટર’ કહીને પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યા કે, જ્યારે શહીદોના ઘર પર ‘દર્દનો દરિયો’ ઉમટ્યો હતો, ત્યારે ‘પ્રાઇમ ટાઈમ મિનિસ્ટર’ હસીને દરિયામાં શૂટીંગ કરી રહ્યા હતા.

સૌ. ટ્વીટર

By

Published : Feb 22, 2019, 7:43 PM IST

રાહુલ ગાંધીએ PM મોદીનાં શૂટિંગ કરતા ફોટાઓ ટ્વીટર પર શેર કરીને કહ્યું કે, ‘પુલવામામાં 40 જવાનોની શહાદતની ખબરના ત્રણ કલાક પછી પણ ‘પ્રાઇમ ટાઈમ મિનિસ્ટર’ ફિલ્મનું શૂટીંગ કરી રહ્યા હતા. દેશના દિલ અને શહિદોના ઘરમાં દુ:ખનો દરિયો ઉમટી પડ્યો હતો જ્યારે મોદી હસીને દરિયામાં ફોટોશૂટ કરી રહ્યા હતા.’

અહીં મહત્વનું છે કે, ગુરુવારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ PM મોદી પર આરોપ લગાવતા કહ્યું કે, જ્યારે સમગ્ર દેશ આ હુમલાના કારણે શોકમાં હતો, ત્યારે મોદી કાર્બેટ પાર્કમાં એક ચેનલ માટે ફિલ્મનું શૂટીંગ કરી રહ્યા હતા. ‘હાલ દેશ દુઃખથી પીડાય રહ્યો છે, અને PM મોદી વિદેશમાં સૈર-સપાટા કરી રહ્યા છે.’

બીજી બાજુ બીજેપી અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર વળતો જવાબ આપતા કહ્યું કે, દેશની સુરક્ષા પર વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને લઈને આરોપ લગાવવાથી દેશ પર કોઈ પ્રકારની અસર થશે નહી.

અહીં મહત્તવનું છે કે, 14 ફેબ્રુઆરીએ થયેલ પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા અને અનેક જવાનો ઘાયલ પણ થયા હતાં.

ABOUT THE AUTHOR

...view details