નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે ટ્વિટર પર લખ્યું કે, પેટ્રોલના ભાવ 60 રૂપિયાથી ઓછા થવા જોઈએ. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે, જ્યારે તમે કોંગ્રેસની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવામાં વ્યસ્ત છો, આ દરમિયાન તમારા ધ્યાનમાં આ વાત નહીં આવી હોય, કે વિશ્વ બજારમાં તેલના ભાવમાં 35% ઘટાડો થયો છે.
રાહુલે કહ્યું કે, દેશની જનતાને પેટ્રોલના ભાવમાં ઘટાડો કરી પ્રતિ લિટર 60 રૂપિયા કરી તેલની કિંમતમાં થયેલા ઘટાડાનો ફાયદો ક્યારે આપશો? આ ઘટાડો સુસ્ત અર્થતંત્રને આગળ વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ કોંગ્રેસે સિંધિયાને અત્યાર સુધી શું-શું આપ્યું તે ગણાવતું એક ટ્વીટ કર્યું હતું.
રાજનીતિમાં સિંધિયાજીના 18 વર્ષમાં કોંગ્રેસનું યોગદાન
17 વર્ષ સાંસદ બનાવ્યા
2 વખત કેન્દ્રીય પ્રધાન બનાવ્યા
મુખ્ય શુભચિંતક(સલાહકાર) બનાવ્યા