ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુરી રથયાત્રા: ઈતિહાસમાં પ્રથમ ઘટના જ્યારે ભગવાન દર્શન આપવા બહાર આવ્યા, પણ લોકો ઘરમાં રહ્યા - કોરોનાની મહામારી

આજે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. જોકે 2500 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ભગવાન નિજ મંદિરની બહાર નીકળ્યા છે અને ભક્તો તેમના ઘરમાં છે. કોરોનાની મહામારીને કારણે લોકોને રથયાત્રામાં નહીં જોડાવા અને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.

Puri Rathyatra
પુરી રથયાત્રા

By

Published : Jun 23, 2020, 8:54 AM IST

ઓડિશા/ પુરી: આજે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. જોકે 2500 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ભગવાન નિજ મંદિરની બહાર નીકળ્યા છે અને ભક્તો તેમના ઘરમાં છે. કોરોનાની મહામારીને કારણે લોકોને રથયાત્રામાં નહીં જોડાવા અને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.

પુરી રથયાત્રા: ઈતિહાસમાં પ્રથમ ઘટના જ્યારે ભગવાન દર્શન આપવા બહાર આવ્યા, પણ લોકો ઘરમાં રહ્યા

ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં એવું અનુષ્ઠાન કરવામાં આવે છે, જેમાં ડાહુક સેવાદાર ભગવાનના ભક્તિ ગીત ગાય છે. વર્ષોની આ પરંપરા પૂર્ણ કર્યા બાદ જ ભગવાનની રથયાત્રા શરૂ થાય છે. ડાહુક સેવાદાર ભક્તોમાં ઉત્સાહનો સંચાર કરવા ભક્તિ ગીત ગાય છે. આ પ્રથા આજે પણ એટલી જ પ્રચલિત છે.

જાણીને નવાઈ લાગશે પરંતુ શરૂઆતના દિવસોમાં આ ગીતોની ભાષામાં અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. જોકે, સમય જતાં ગીતોની ભાષામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, ડાહુકોની આ સેવાનું પુરીની રથયાત્રામાં મહત્વનું સ્થાન છે. આ વાતનો ઉલ્લેખ શ્રી મંદિરના (જગન્નાથ મંદિર) સંસ્કાર અભિલેખમાં પણ જોવા મળે છે. ડાહુક લોકો કોઈ સામાન્ય સેવાદારો જેવા નથી હોતા. તેમની સેવાનું વિશેષ મહત્વ છે. આ સેવા વંશ પરંપરાગત હોય છે.

ABOUT THE AUTHOR

...view details