પંજાબના મુખ્યપ્રધાન અમરીંદર સિંહે શનિવારના રોજ કહ્યું કે. તેની સરકાર ગુરૂ નાનક દેવના 550માં પ્રકાશપર્વ પર 550 કેદીઓને માનવઅધિકાર પર મુક્ત કરશે. એમણે કહ્યું કે, આ લોકો સમાજના ખતરા સમાન નથી.
ગુરૂ નાનક દેવના 550મું પ્રકાશપર્વઃ પંજાબ સરકાર 550 કેદીઓને કરશે જેલમુક્ત - guru nanak birth anniversary
પંજાબ: ગુરૂ નાનક દેવના 550માં પ્રકાશપર્વ પર પંજાબ સરકાર કેદીઓને મુક્ત કરશે. આ જાહેરાત પંજાબના મુખ્યપ્રધાન અમરીંદર સિંહે કરી છે.
etv bharat panjab
આ 550મો પ્રકાશપર્વ શીખ ગુરૂની દયાભાવના તેમના વિચારોનું અનુસરણ કરવા તેમજ 550 કેદીઓને મુક્ત કરવાનો એક અનેરો અવસર છે. અમરીંદર સિંહે એક નિવેદનમાં કહ્યું કે, આખા દેશમાં નવ શીખ કેદીઓની મુકિત માટેના રાજય સરકારના પ્રસ્તાવને સ્વીકારવા બદલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પણ તેમણે આભાર વ્યકત કર્યો હતો.