ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબના મુખ્યપ્રધાને કહ્યું, કોરોના રોગચાળો વર્ષના અંત સુધી ચાલશે - કોરોનાની અસર ગુજરાતમા

કોરોનાના કહેરથી જલદી રાહતની આશા રાખનારા લોકોની પરેશાની વધી શકે છે. પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે કહ્યુ કે, કોરોના મહામારી વર્ષના અંત સુધી યથાવત રહી શકે છે.

પંજાબના મુખ્યપ્રધાને કહ્યું, કોરોના રોગચાળો વર્ષના અંત સુધી ચાલશે
પંજાબ CMએ કહ્યું, કોરોના મહામારીથી સ્થિતિ હજુ બગડવાની શક્યતા

By

Published : Apr 20, 2020, 10:42 AM IST

ચંદીગઢઃ કોરોના વાઈરસે વિશ્વમાં વિનાશનું સર્જન કર્યુ છે. આ મહામારીથી બચવા સરકાર દ્વારા લોકડાઉન અને કરફ્યૂ જેવા અનેક પગલાં લેવામાં આવ્યા છે. લોકોમાં આશા છે કે, કોરોના મહામારીનો અંત ટૂંક સમયમાં આવી જશે. પરંતુ પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં કોરોના વાઈરસ મહામારી સામે લડતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આર્થિક, સામાજીક દરેક દ્રષ્ટિકોણથી આ મહામારી મહિનાઓ સુધી ચાલશે. કદાચ વર્ષના અંત સુધી પણ ચાલી શકે. આ વિષયક અભ્યાસ એ જ સૂચવે છે કે, આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે એવી શકયતા છે.

પંજાબમાં અત્યાર સુધી કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 238 થઈ છે, જ્યારે 16 લોકોનાં મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details