ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબના ત્રણ જિલ્લામાં 21 લોકોના મોત, મુખ્યપ્રધાને તપાસના આપ્યા આદેશ - પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ

પંજાબમાં ઝેરી દારૂના સેવનથી વિવિધ સ્થળોએ 21 લોકોના મોત થયા છે. જે અંગે મુખ્યપ્રધાને કડકાઈ દર્શાવી છે. પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે.

પંજાબ
પંજાબ

By

Published : Jul 31, 2020, 8:12 PM IST

ચંદીગઢ: પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે અમૃતસર, બટાલા અને તરનતારમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોત થવા પર પર કડક કાર્યવાહી કરી છે. મુખ્યપ્રધાને આ મામલે મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપ્યો છે.

આ તપાસ વિવિધ મુદ્દાઓ સાથે સંબંધિત છે. સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ તપાસ જલંધરના ડિવિઝન કમિશનર, જોઇન્ટ આબકારી અને કરવેરા કમિશનર પંજાબ અને સંબંધિત જિલ્લાઓના એસપી કરશે.

મુખ્યપ્રધાને કમિશનર જલંધર ડિવિઝનને કોઈ સિવિલ / પોલીસ અધિકારી અથવા કોઈ નિષ્ણાતને તપાસની ઝડપી કામગીરી સરળ બનાવવા માટે આઝાદી આપી છે. કેસમાં એક મહિલાની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. તાત્કાલિક અને ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કેપ્ટન અમરિન્દર પોલીસને રાજ્યમાં કાર્યરત કોઈપણ લિકરના એકમો પર કડક કાર્યવાહી કરવા સર્ચ ઓપરેશન શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details