ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિનો પ્રતિનિધિમંડળને મળવા માટેનો ઇન્કાર, અમરિંદર સિંહે ધરણાનો લીધો નિર્ણય - કેપ્ટન અમરિંદર સિંહ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પંજાબના પ્રતિનિધિમંડળને મળવા માટે મનાઇ ફરમાવી હતી. જેને લઇને કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યની તમામ પરિસ્થિતીઓને ધ્યાને લઇને રાજઘાટ ખાતે ધરણાનો નિર્ણય લીધો હતો.

રાષ્ટ્રપતિનો પ્રતિનિધિમંડળને મળવા માટેનો ઇન્કાર, અમરિંદર સિંહે ધરણાનો નિર્ણય લીધો
રાષ્ટ્રપતિનો પ્રતિનિધિમંડળને મળવા માટેનો ઇન્કાર, અમરિંદર સિંહે ધરણાનો નિર્ણય લીધો

By

Published : Nov 4, 2020, 12:23 PM IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પંજાબના પ્રતિનિધિમંડળને મળવા માટેની મનાઇ ફરમાવી
  • અમરિંદર સિંહે રાજઘાટ ખાતે ધરણાનો નિર્ણય લીધો

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કૈપ્ટન અમરિંદર સિંહેને પંજાબના પ્રતિનિધિમંડળને મળવા માટે મનાઇ ફરમાવી હતી. જેને લઇને કેપ્ટન અમરિંદર સિંહે મંગળવારના રોજ જાહેરાત કરી હતી કે, તેઓ બુધવારના રોજ તેના તમામ પ્રધાન અને કોંગ્રેસના ધારાસભ્યો સાથે દિલ્હીના રાજઘાટ ખાતે ધરણા કરવાનું જણાવ્યુ હતુ.

અમરિંદર સિંહે લીધો ધરણાનો નિર્ણય

કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યુ કે, રાજ્યમાં માલ ગાડીઓ બંધ થવાના કારણે ઉદ્ભવતા સંકટ વધુ થઈ રહ્યું છે. જીવીકે કંપનીના પાવર પ્લાન્ટે જાહેરાત કરી હતી કે, કોલસો પૂરો થઈ ગયો છે. જેથી કામગીરી બંધ કરવામાં આવી છે. કોલસાની અછતને કારણે રાજ્યમાં સરકારી અને અન્ય ખાનગી વીજ પ્લાન્ટ પહેલાથી બંધ છે. આ સાથે ખેતી અને શાકભાજીનો પુરવઠો પણ ઘણી હદ સુધી અવરોધાયો છે. માલ ગાડીઓ બંધ ન કરવાના ખેડૂતોના નિર્ણય છતાં રેલ્વે દ્વારા તેમનું સંચાલન કરવામાં આવી રહ્યું નથી. આને કારણે રાજ્યમાં યુરિયા અને DAP અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ ખતમ થઈ ગઈ હતી. પાક અને શાકભાજીના પુરવઠા પર પણ વિપરીત અસર પડી છે. હાઈ લોસ ફિડરનો વીજ પુરવઠો કાપવામાં આવ્યો છે. રાજ્ય તરફ કેન્દ્રનું ધ્યાન દોરવા માટે કેપ્ટન અમરિંદર સિંહે રાજઘાટ ખાતે ધરણાનો નિર્ણય લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details