જમ્મુ-કાશ્મીર: શનિવારે કુલગામ અને પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને પોલીસને મોટી સફળતા મળી હતી. સુરક્ષા દળો અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી કુલગામ અને પુલવામા જિલ્લામાં લશ્કર કમાન્ડર સહિત કુલ 4 આતંકવાદીઓને ઠાર થયા છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામાં ચાલી રહેલા બે અલગ અલગ એન્કાઉન્ટરમાં શનિવારે કુલ 4 આતંકવાદીઓને ઠાર થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિનગામ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની બાતમી સુરક્ષાદળોને મળી હતી, ત્યારબાદ શુક્રવારે રાત્રે સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થયું હતું. અધિકારીએ જણાવ્યું કે, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે, માર્યા ગયેલા આતંકીઓની ઓળખ તારિક અહમદ મીર, સમીરભાઈ ઉર્ફે ઉસ્માન તરીકે થઇ હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર, બંને આતંકીઓ જેશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ રેકોર્ડ મુજબ બંને માર્યા ગયેલા આતંકવાદીઓ આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે જવાબદાર જૂથોનો ભાગ હતા. તે અનેક આતંકવાદી ઘટનાઓમાં અને નાગરિકોની હત્યામાં સામેલ હતા. જેમાં ફુરાહ મીરબજારમાં પોલીસ અધિકારી ખુર્શીદ અહમદની હત્યા અને અખરાન મીરબજારમાં સરપંચ આરિફ અહમદ પર હુમલોનો સમાવેશ થાય છે. આ હુમલોમાં અહમદ ગંભીર રીતે ઘાયલ થય હતો.