રામગોપાલ યાદવે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકારથી પેરા મિલિટ્રી ફોર્સ દુખી છે. મત માટે થઈને જવાનોને મારી નાખ્યા. જમ્મુ કાશ્મીરમાં ચેકીંગ પણ નહોતું કર્યું. જવાનોને સામાન્ય બસમાં મુસાફરી કરાવી. આ એક પ્રકારનું ષડયંત્ર છે. પણ જ્યારે સરકાર બદલાશે ત્યારે ચોક્કસ તેની તપાસ થશે.
પુલવામા હુમલો સરકારનું ષડયંત્ર હતુ, મત માટે જવાનોને શહિદ કર્યા - government
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે પુલવામા હુમલાને લઈ વિવાદીત નિવેદન આપ્યું છે. રામગોપાલ યાદવે કહ્યું હતું કે, ભાજપ સરકારે ષડયંત્ર દ્વારા મત માટે થઈ જવાનોને શહિદ કર્યા છે. અમારી સરકાર આવશે તો તેની સંપૂર્ણ તપાસ થશે.
ફાઇલ ફોટો
આપને જણાવી દઈએ કે, 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલામાં સીઆરપીએફના કાફલો પર હુમલો કરી 40 જવાનોને શહિદ કરી દીધા હતા. આ હુમલામાં એક આતંકી 350 કિલો આરડીએક્સ સાથે ઘૂસી આવ્યો હતો. ત્યાર બાદ ટક્કર લગાવી હુમલો કરી દીધો હતો જેમાં આ તમામ 40 જવાનો શહિદ થયા હતાં.