ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામા હુમલાને લઇ બેઠક, દરેક રાજનૈતિક પાર્ટીએ એકતા દાખવી - political party's

રાજનાથ સિંહ હુમલા બાદની સ્થિતી વિશે જાણવા શુક્રવારે કાશ્મીર ગયા હતા. અકાલી દળના નરેશ ગુજરાલ, ઉપેન્દ્ર કુશવાહ અને જય પ્રકાશ નારાયણ યાદવ પણ આ મિટીંગમાં હાજર રહ્યા હતા. દરેક રાજનૈતિક પાર્ટીએ આ હુમલા બાબતે એકતા દાખવી છે. આ હુમલામાં 40 જવાનો શહીદ થઇ ગયા છે. આ બેઠક ગૃહપ્રધાન રાજનાથ સિંહે બોલાવી હતી. આ બેઠકમાં દરેક રાજકીય પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

ytyytyt

By

Published : Feb 16, 2019, 3:41 PM IST


ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે, દરેક પાર્ટીને પુલવામા હુમલામાં સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા વિશે દરેક પાર્ટીને માહિતી આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી મંત્રીમંડળની બેઠકમાં સર્વદળીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલા નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યુ કે, આ ઘટના વિશે દરેક પાર્ટીને જાણકારી આપવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. જેથી સંપુર્ણ દેશ આ મુદ્દા પર એક સ્વરમાં વાત કરી શકે. આ આતંકી હુમલાને લઇ પાકિસ્તાનને ચેતવણી આપતા PM મોદીએ કહ્યુ કે, આ હુમલા માટે જવાબદાર લોકોએ આની ભારે કિંમત ચુકવવી પડશે.

આ પહેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આ હુમલાના કારણે દેશમાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે. લોકો ગુસ્સામાં લાલ થઇ રહ્યા છે, હું સમજુ છુ" આ સમયે દેશની અપેક્ષા કંઇક કરવા માટેની છે, જે સ્વાભાવિક છે. અમને અમારી સેના પર સંપુર્ણ ભરોસો છે."

તેમણે કહ્યુ કે, આતંકવાદી સંગઠન ખુબ મોટી ભુલ કરી રહ્યુ છે અને આ ગુનેગારોને તેમની સજા જરુર મળશે. મોદીએ કહ્યુ કે, "આ હુમલાના આરોપીઓ અને તેમના સંરક્ષકોને આનો જબડાતોડ જવાબ આપવામાં આવશે."

ABOUT THE AUTHOR

...view details