ભોપાલઃ ભોપાલમાં આઈટીઆઈના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પબ્જી ગેમ રમતી વખતે ઇન્ટરનેટ પેક પુરૂ થઈ ગયું હતું. યુવકે માતાને રિચાર્જ કરાવવાનું કહેતા પૈસ ન હોવાથી તેમણે બાદમાં રિચાર્જ કરાવી દેવા કહ્યું અને બાદમાં યુવકે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યુ.
ભોપાલમાં પબજી રમત માટે યુવક જીવ સાથે રમ્યો, ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
ભોપાલમાં એક યુવકે પબજી માટે ઈન્ટરનેટ રિચાર્જ કરાવવાં બદલ માતા સાથે ઝઘડો કર્યો અને બાદમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
યુવક પબજી રમી રહ્યો હતો ઇન્ટરનેટ પેક પુરૂ થઈ ગયું. તેથી તેણે તેની માતાને રિચાર્જ કરાવવાં કહ્યું હતુ. પરંતુ માતાએ કહ્યું કે હાલ મારી પાસે પૈસા નથી હું તને બાદમાં રિચાર્જ કરાવી દઈશ. યુવકે માતાની વાત સાંભળી પબજી માટે ઈન્ટરનેટ ન મળતાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે આપેલી માહિતી અનુસાર યુવકે માતાને 3 મહિાનાનું ઈન્ટરનેટ કરાવવાં કહ્યું, જ્યારે માતાએ પૈસાની તંગી હોવાથી એક મહિનાનું રિચાર્જ કરાવવાં કહેતા યુવકે માતા સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ યુવકે ઓરડામાં જઈ ગળે ફાંસો ખાઈ મોતને ભેટ્યો. યુવક રાતે 2 વાગ્યો પબજી રમી રહ્યો હતો. જોકો તેમ છતાં પોલીસે તપાસ શરૂ કરૂ છે.