ઈમ્ફાલ ઘાટીમાં મોટા પ્રમાણમાં પર નાગરિક સંસ્થાઓ, વિશ્વવિધાલય અને કૉલેજ વિદ્યાર્થીઓ પ્રદર્શન કર્યું, પરંતુ રાજ્યના કોઈ પણ વિસ્તારમાં અપ્રિય ઘટના સામે નથી આવી. નાગાલેન્ડની રાજધાની કોહિમામાં પણ કોઈ ઘટના સામે નથી.નગા જનજાતિઓના હજારો પ્રતિનિધિઓએ પોતાની પરંપરાગત વેશભૂષામાં The Joint Committee on Prevention of Illegal Immigrants (JCPI), Nagaland and North East Forum of Indigenous People (NIFIP)ના નેતૃત્વમાં વિરોધ માર્ચ કાઢી મુખ્યપ્રધાન નેફ્યૂ રિયોને આવેદન આપ્યું હતું. આવેદન પત્રમાં કહેવામાં આવ્યું કે, નાગરિકતા સંશોધન બિલના કારણે પૂર્વોત્તર વિસ્તારની જનજાતિઓના માથા પર લટકતી તલવાર છે.
નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ પૂર્વોત્તર ભારતમાં પ્રદર્શન - નાગરિકતા સંશોધન બિલ
ઈમ્ફાલ: નાગરિકતા સંશોધન બિલ સંસદમાં રજૂ કરવાના કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહની જાહેરાત બાદ ગુરુવારે મણિપુર, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિરોધ પ્રદર્શન થયા હતા.
ncr
શિલાંગમાં આયોજિત રેલીમાં NIFIPએ આરોપ લાગાવ્યો હતો કે, નાગરિકતા સંશોધન બિલ દ્વારા આ વિસ્તારમાંથી મૂળ જનજાતિઓને સમાપ્ત કરવાની કોશિશ થઈ રહી છે. NIFIPએ દાવો કર્યો કે, જો કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન બિલને લાગૂ કરશે તો, તેઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘના હસ્તક્ષેપની માગ કરશે.