રાજ્યસભામાં આ બિલને રજૂ કર્યાના એક દિવસ પહેલા અસમમા આ બિલ વિરુદ્ધ બે વિદ્યાર્થી સંગઠનોએ રાજ્યવ્યાપી બંધના એલાન બાદ બ્રમ્હપુત્ર ઘાટીમાં જનજીવન ઠ્પ્પ રહ્યુ હતું.
બિલના વિરોધમાં નેતાઓનુ પુતળા દહન ઓલ અસમ સ્ટૂડેન્ટ્સ યૂનિયન, નોર્થ ઇસ્ટ સ્ટૂડેન્ટ્સ ઓર્ગેનાઇજેશન, વામપંથી સંગઠનો-SFI, DYFI, એડવા, AISF અને આઇસાએ અલગથી બંઘનુ એલાન આપ્યુ હતું.
બિલના વિરોધમાં ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસે માર્ચ કાઢી ગુવાહાટીના અલગ અલગ વિસ્તારોમાં મોટી માત્રામાં ઝુલુસ કાઢવામાં આવ્યા હતાં અને વિરોધ કરનારાઓએ આ બિલ વિરુદ્ધ નારે બાજી કરી હતી.
બિલના વિરોધમાં પૂર્વોતર ભારતના લોકો વિરોધીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલના પુતળાને બાળીને વિરોધ કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર સચિવાલય અને વિધાનસભાની બિલ્ડીંગ બહાર ગુવાહાટીમાં વિરોધીઓ અને સુરક્ષા દળ વચ્ચે થયેલી અથડામણમાં પોલીસ વિરોધીઓને આગળ પ્રદર્શન કરવાથી રોકી રહી હતી.