ગુજરાત

gujarat

By

Published : Dec 12, 2019, 11:29 AM IST

ETV Bharat / bharat

CAB: ગુવાહાટી-ડિબ્રુગઢમાં કર્ફ્યુ, પ્રધાનોના ઘર પર હુમલો

ગુવાહાટી: નાગરિકતા સંશોધન બિલને સંસદ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. બુધવારે રાજ્યસભામાં 125 સાસંદોના સમર્થનમાં બિલને પસાર કરવામાં આવ્યું હતું. આ વચ્ચે CABને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાને રાખતા ગુવાહાટી અને ડિબ્રુગઢમાં કર્ફ્યુ લગાડી દેવામાં આવી છે.

CAB : અસમમા ભારે વિરોધ, ગુવાહાટી-ડિબ્રુગઢમાં કર્ફ્યુ, પ્રધાનોના ઘર પર હુમલો
CAB : અસમમા ભારે વિરોધ, ગુવાહાટી-ડિબ્રુગઢમાં કર્ફ્યુ, પ્રધાનોના ઘર પર હુમલો

અસમના ગુવાહાટી અને જોરહાટમાં સેનાને બોલાવવામાં આવી છે, જ્યારે ત્રિપુરામાં અસમ રાઇફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જેની જાણકારી અધિકારીઓ આપી હતી.

બીજી બાજુ, દેખાવકારોએ અસમના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલના ડિબ્રુગઢ સ્થિત ઘર પર પત્થપર મારો કર્યો હતો. તે સિવાય અસમના જ દુલિયાજનમાં દેખાવકારોએ કેન્દ્રીય પ્રધાન રામેશ્વર તેલીના ઘર પર હુમલો કર્યો અને મિલ્કતને નુકશાન પહોંચાડ્યું હતું.

સેનાના PRO લેફ્ટેનેન્ટ પી ખોગસાઇએ જણાવ્યું કે ગુવાહાટીમાં સેનાના બે ગૃપને તૈનાત કરવામાં આવ્યા છે અને ફ્લેગ માર્મ કરી રહ્યા છે.

આ પહેલા રક્ષા પ્રવક્તાએ શિલાંગમાં કહ્યું કે ત્રિપુરામાં સેનાના બે ગૃપને તૈનાત કરવામાં આવ્યા છે.

શહેરોમાં ભારે વિરોધ વચ્ચે અસમના 10 જિલ્લાઓમાં બુધવારના સાંજે 7 કલાકથી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ ઉપરાંત ટ્રેન અને બસની સેવા પણ સ્થગિત કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details