મધ્યપ્રદેશના ઈન્દોરમાં શીતલામાત બજારમાં તંત્ર દ્વારા રસ્તાને 60 ફૂટ પહોળો કરાશે. જેના કારણે અનેક દુકાનોનો અમુક ભાગ તોડવો પડશે. જેથી આ કામગીરીથી વેપારીઓમાં નારાજગી પેદા થઈ છે. તંત્રની કાર્યવાહી સામે વેપારીઓએ ત્રણ દિવસ સુધી દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓને ભાજપ તરફે મતદાન કરવાનો પસ્તાવો થઈ રહ્યો છે. આ માટે તેમણે 'કમલ કા ફૂલ, હમારી ભૂલ' લખેલા પોસ્ટર દુકાનો બહાર લગાવ્યા હતાં.
ઈન્દોરમાં લાગ્યા પોસ્ટર 'કમલ કા ફૂલ, હમારી ભૂલ' - કમસ કા ફૂલ હમારી ભૂલ
ઈન્દોર: મધ્યપ્રદેશની આર્થિક રાજધાનીમાં વહીવટીતંત્ર સામે વિશિષ્ટ રીતે વિરોધ કર્યો હતો. રસ્તો પહોળો કરવાની કાર્યવાહીના વિરુદ્વમાં વેપારીઓએ ત્રણ દિવસ દુકાનો બંધ રાખી હતી. દુકાનની બહાર 'કમલ કા ફૂલ, હમારી ભૂલ' લખેલા પોસ્ટર લગાવાયા હતા. આ રીતે વેપારીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઈન્દોરમાં લાગ્યા પોસ્ટર 'કમલ કા ફૂલ, હમારી ભૂલ'
વેપારીઓએ જણાવ્યુ હતુ કે, આ કામગીરીના વિરોધમાં તેમણે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. આવેદનપત્ર પણ પાઠવ્યુ હતું. છતાં કોઈ પરિણામ મળ્યુ નથી. જેના કારણે તેમને આ રીતે વિરોધ કરવાની ફરજ પડી છે. જો નિરાકરણ નહીં આવે તો હવે દુકાનો ખોલીને પોસ્ટરો લગાવશે.
Last Updated : Jul 30, 2019, 10:54 PM IST