શિયાળામાં, જ્યારે આપણે ટેલિકમ્યુનિકેશન દ્વારા ઉંચા-ઉંચા પર્વતો બરફવર્ષા જોઈએ છીંએ, ત્યારે આ દૃશ્ય મનને મોહિત કરે છે. બરફની ચાદરથી ઢંકાયેલા આ દૃશ્ય જોઈને ચોક્કસપણે દરેકના મનમાં એક વિચાર આવે છે કે, મારે પણ આ સુંદર સ્થળની મુલાકાત લેવી જોઈએ અને અહીં સ્થાયી થવું જોઈએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મનને દુરથી મોહિત કરનાર આ દૃશ્ય જેટલું સુંદર લાગે છે, તે અહીં રહેતા લોકો માટે કોઈ આપત્તિથી ઓછું નથી.
બરફની સફેદ ચાદરથી ઢંકાયેલ આ પહાળ જેટલા મનમોહક છે, તેટલું જ મુશ્કેલ આ બરફના પહાડમાં પોતાનું અસ્તિત્વ બચાવીને રાખવું છે. આ પહાડોમાં રહેનારા લોકોનું જીવન સરળ હોતું નથી. પહાડી લોકોનું જીવન દૂરથી જેટલું સરળ અને સાધારણ જોવા મળે છે, હકીકતમાં આ લોકો એટલી જ વિકટ પરિસ્થિતિનો સામનો પણ કરે છે.
જમીન સફેદ, વૃક્ષ સફેદ, ઘરની છત પર બરફ, તમામ દિશમાં બરફે જ બરફ અને તાપમાન માઈનસ 10 ડિગ્રી. જ્યારે હિમાચલ પ્રદેશના જિલ્લા ચંબા, કિન્નોર. લાહૌલ-સ્પિતિ, કુલ્લૂ અને શિમલામાં હિમવર્ષા શરૂ થાય છે ત્યારે લોકો ધરના આંગણે પગ પણ રાખી શકતા નથી.
બરફમાંથી થઇને ઘરની બહાર નિકળવું મુશ્કેલ થઇ જાય છે. પાણીની પાઈપ પણ જામી જાય છે. અંદાજીત ચાર મહિનાનો ગાળો એવો હોય છે કે ઘરના નળમાં પાણી પણ આવતું નથી. હિમવર્ષા દરમિયાન પેટ ભરવા માટે મહિનાઓનું રાશન સ્ટોર કરી લેવામાં આવે છે.
પ્રદેશના ઉંચા ક્ષેત્રોમાં ખાસ કરીને સૂબેના આદિવાસી જિલ્લા લાહૌલ સ્પીતિ, કિન્નોર અને ચંબામાં હિમવર્ષા શરૂ થવાના કારણે પારો શૂન્યથી માઈનસ 30 ડિગ્રી નીચે સુધી ઢળી જાય છે. ઘણા વિસ્તારોમાં 5થી 6 ફૂટ સુધી બરફ જામી જાય છે. હિમવર્ષા અને પ્રચંડ ઠંડીના કારણે નદિ, નાળા અને પીવાના પાણીનો સ્ત્રોત પણ જામી જાય છે.
સ્થાનિક લોકોની મુસીબત
- પીવાના પાણીની પાઈપમાં જામી જાય છે પાણી.
- બરફનાને ઓગાળીને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
- વીજળીની વ્યવસ્થા અઠવાડિયાઓ સુધી સ્થગિત રહે છે.
- દુકાનો બંધ રહેવાથી રાશનની સમસ્યા.
- સ્કૂલ-કોલેજ થઇ જાય છે બંધ.
- પરિવહન ખોરવાય જાય છે.
- રસ્તાઓ બંધ થવાની દેશ-દુનિયા સાથે સંપર્ક તુટી જાય છે.
- પાકને મોટા પાયે નુકશાન થાય છે.
- પશુઓની વ્યવસ્થામાં મુશ્કેલીનો સામનો કરવા પડે.
- શૂન્યની નીચે તાપમાન.
2018માં થયું હતું એટલું નુકશાન
હિમવર્ષાના કારણે થનારા નુકશાનની વાત કરવામાં આવે તો વર્ષ 2018માં પ્રદેશમાં 1,600 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. જ્યારે 2019ના આંકળા આવવાના હજુ બાકી છે.
2018માં રસ્તાઓ અને પુલોમાં લગભગ 930 કરોડ રૂપિયાનું નુકશાન આંકવામાં આવ્યું હતું. પ્રદેશમાં કુલ 405 ભૂસ્ખલન અને 34 વાદળ ફાટવાની ઘટના બની હતી. સિંચાઈ અને જનવ્યવ્સથા વિભાગને 430 કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું હતું. ભારે વર્ષા અને અનપેક્ષિત બરફવર્ષાના કારણે પાક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 130.37 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. જ્યારે પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવા અને માર્ગ અકસ્માતના કારણે 343 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સરકારે નુકશાનીમાં 13.72 કરોડ રૂપિયાની સહાય કરી હતી.